યુનાઇટેડ નેશન્સમાં બુધવાર ૩૦ જુલાઇના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ફ્રેન્ડશીપ’ તરીકે જાહેર થયો છે પરંતુ ભારત અને કેટલાક દેશોએ રવિવાર ૩ ઓગષ્ટના રોજ “ફ્રેન્ડશીપ ડે’’ (મૈત્રી દિન) ઉજવ્યો. જો કે મિત્રતાને એક દિવસમાં થોડી બાંધી દેવાય? સાચો મિત્ર તો હંમેશા પડખે જ હોય. બાળપણથી બંધાયેલ મૈત્રી જીવનભર ટકતી હોય છે. મિત્ર સાથે જીવનના સુખ-દુ:ખ વહેંચી શકાય. મનને હળવું કરી શકાય, આનંદ માણી શકાય. અણીના સમયે કામ આવે તે જ ખરો મિત્ર. તાળી મિત્રો બહુ મળે પરંતુ સાચા મિત્રોની પરખ તો સમય આવ્યે જ થાય!
શુક્રવાર ૧ ઓગષ્ટના રોજ મૈત્રીદિનની ઉજવણી થઈ હતી.
શ્રી જશવંતભાઇ નાકર અને શ્રીમતી નાકર (લંડન) તેમજ શ્રીમતી અને શ્રી શરદભાઇ ચાંદે(વાનકુંવર) એ એમની મૈત્રીના સાત દાયકાની ઉજવણી થોડાક મિત્રોની હાજરીમાં સેન્ટ્રલ લંડનમાં પાર્કર લોય્ડ ગૃપ, બર્કલી હાઉસના ૯મા માળે કરી. આ કોકટેલ પાર્ટીમાં અનેક પરિચિત ચહેરાઓમાં વાસ્ક્રોફ્ટ કન્સ્ટ્રકશ્નના શ્રી શશીભાઇ વેકરીયા, પી.એસ.જે એલેકઝાન્ડ્રા કંપનીના શ્રી નવીનભાઇ અને શ્રીમતી જ્યોતિબહેન શાહ, બીઝનેસમેન શ્રી મયંકભાઇ અને પ્રતિભાબહેન શાહ, શરદભાઇ ચાંદેની દિકરી અમી ચાંદે (એર કેનેડાની ડાયરેક્ટર), મોનીષા ભારદ્વાજ (જાણીતા પબ્લીશર ઓફ કુકરીબુક્સ), ભારતીય વિદ્યાભવનના ડો. સુરેખા મહેતા, બીના મિસ્ત્રી (ટી.વી.પર્સનાલીટી), હર્ષા પંડ્યા (એસ્ટ્રોજર), ગુજરાત સમાચારના તંત્રીશ્રી સી.બી. પટેલ, કનસ્લટીંગ એડીટર્સ કોકિલાબહેન પટેલ અને જ્યોત્સનાબહેન શાહ, કલ્પનાબહેન અને સુભાષભાઇ પટેલ તથા અન્ય મહેમાનો મૈત્રી દિનના ભાગીદાર બન્યાં હતાં.

