લંડનઃ વ્યક્તિગત અને સમુદાય માટે ગૌરવપૂર્ણ સીમાસ્થંભ હાંસલ કરતા જીએચએસ પ્રેસ્ટન ખાતે વધુ એક વિદ્યાર્થીએ સફળતાપુર્વક એન્કલેટ્સ સેરેમની પૂરી કરી હતી. 29 માર્ચના રોજ રિકો પ્રસાદે અભિનંદન ડાન્સ એકેડેમીના માધ્યમથી મંદિર ખાતે તેની એન્કલેટ્સ સેરેમની પ્રસ્તુત કરી હતી. છેલ્લા એક દાયકા સુધી પ્રતિબદ્ધતા સાથે કુચિપુડી ક્લાસિકલ ડાન્સનો શિસ્તબદ્ધ અભ્યાસ કરતાં રિકોની સફર પ્રતિબદ્ધતા, જોશ અને સાંસ્કૃતિક સમર્પણ પ્રતિબિંબિત કરે છે.
છેલ્લા 18 વર્ષથી ગુજરાત હિન્દુ સોસાયટી ખાતે કલાને પ્રોત્સાહનની મજબૂત પરંપરા સાથે ક્લાસ આયોજિત કરાય છે. ફક્ત 15 વર્ષની રિકોએ મંદિર ખાતે પરંપરાગત પૂજા ભગવાન ગણેશ અને ભગવાન કૃષ્ણની સ્તુતિ રજૂ કરી હતી.
વાઇસ પ્રેસિડેન્ટ ઇશ્વરભાઇ ટેલરે તેના માતાપિતા અને શિક્ષક અભિનંદનને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટેની પ્રતિબદ્ધતા માટે બિરદાવ્યા હતા. પ્રેરણાદાયી બાબત એ છે કે રિકોના પિતા ડો. પ્રસાદ ન્યૂરો સર્જન અને માતા સવિતા ઓપ્થાલ્મોલોજિસ્ટ છે. તેમના સપોર્ટથી રિકો આ કલાની સફર પર આગળ વધી શકી હતી.

