વિશ્વના સૌથી શ્રેષ્ઠ એરપોર્ટની યાદીમાં સિંગાપોરનું ચાંગી એરપોર્ટ ફરી એક વખત ટોચના ક્રમે સ્થાન પામ્યું છે. વર્ષ 2000થી 14મી વખત ચાંગીને વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો છે.
• માતા-પિતાને નિઃસહાય છોડતાં પગાર કપાશેઃ તેલંગાણા વિધાનસભામાં પેરેન્ટલ સપોર્ટ બિલ-2026 સર્વસંમતિથી પસાર થયું. આ કાયદા હેઠળ જો કોઈ કર્મચારી તેનાં માતા-પિતાની સંભાળ નહીં રાખે, તો તેના કુલ માસિક પગારમાંથી 15 ટકા અથવા રૂ. 10,000 કપાઈ જશે. દેશમાં પ્રથમ વખત એવો કાયદો બન્યોે, જેમાં તમામ સરકારી કર્મચારીને જવાબદાર બનાવાયા છે.
• નાની બચત યોજનાના વ્યાજદર યથાવત્ઃ સરકારે સોમવારે 1 એપ્રિલ 2029થી શરૂ થતા ત્રિમાસ ગાળા માટે પીપીએફ અને એનએસસી સહિતની નાની બચત યોજના પરના વ્યાજદર યથાવત્ રાખ્યા છે. સરકારે સતત આઠમા ત્રિમાસિક ગાળા માટે વ્યાજદર યથાવત્ રાખ્યા છે.
• અલગાવવાદી શબ્બીરને 7 વર્ષ બાદ જામીનઃ કાશ્મીરી અલગાવવાદી નેતા શબ્બીર શાહને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. તે 2019થી જેલમાં હતો, એટલે કે આશરે 7 વર્ષ બાદ તેને રાહત મળી છે. વકીલ મુજબ જામીનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સોમવારે તિહાડ જેલથી બહાર આવ્યો છે.
• ભારતે 38,000 MT પેટ્રોલ-ડીઝલ શ્રીલંકા મોકલ્યુંઃ શ્રીલંકા ભયંકર ઊર્જાસંકટનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિમાં ભારતે શ્રીલંકાની માગણીથી તેને 38,000 મેટ્રિક ટન પેટ્રોલિયમ પદાર્થ મોકલ્યા છે. તેમાં 20,000 મેટ્રિક ટન ડીઝલ અને 18.000 ટન પેટ્રોલ સામેલ છે.
• પાકિસ્તાન-બાંગ્લાદેશ બોર્ડર પર એન્ટિ ડ્રોન સેન્સર સિસ્ટમઃ ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડર પર એન્ટિ ડ્રોન, સેન્સર, જીઆઇએ અને લેસરથી સજ્જ એક અત્યાધુનિક સરહદ વ્યવસ્થાપન સિસ્ટમ તહેનાત કરી છે. લદ્દાખમાં ચીન સરહદ પર 29 નવી ચોકી સ્થાપિત કરાઈ છે.
• ઇન્ડોનેશિયામાં બાળકો પર સોશિયલ મીડિયાનો પ્રતિબંધઃ ઇન્ડોનેશિયાએ એક ક્રાંતિકારી અને અત્યંત કડક પગલું ભર્યું છે. 16 વર્ષથી ઓછી ઉમરનાં બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદીને ઇન્ડોનેશિયા દક્ષિણ-પૂર્વ એશિયાનો આવો નિર્ણય લેનારો પ્રથમ દેશ બની ગયો છે.

