નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીને ઔપચારિક કાર્યો માટે કેન્દ્રીય કેબિનેટ મંત્રી જેવો દરજ્જો આપ્યો છે. ગૃહ મંત્રાલયના જાહેર વિભાગ દ્વારા 24 જૂને જારી કરાયેલા મેમોરેન્ડમમાં જણાવાયું કે, આ દરજ્જો વ્યક્તિગત આપવામાં આવે છે. આ સમકક્ષ દરજ્જો ફક્ત રાજ્ય અને ઔપચારિક કાર્યક્રમો દરમિયાન જ અસરકારક રહેશે. આનો હેતુ પ્રોટોકોલ હેઠળ હાઇ કમિશનરને કેન્દ્રીય કેબિનેટ મંત્રી જેવો જ દરજ્જો આપવાનો છે.

