મહાનાયકનો ‘મહાઅવતાર’

Wednesday 04th March 2026 01:50 EST
 
 

અમિતાભ બચ્ચનનો વર્ષોનો નિયમ છે, કે તેઓ દર રવિવારે પોતાના બંગલો ‘જલસા’ની બહાર પોતાના પ્રસંશકોને મળે છે, પરંતુ ગયા રવિવારે તેમનો આ નિયમ તૂટ્યો હતો કારણ કે બિગ બી એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. તેમણે સ્ટુડિયોનો ફોટો શેર કરીને સ્પષ્ટતા કરી છે કે તેમણે ‘કલ્કી 2898 એડી’ની સિક્વલનું કામ શરૂ કરી દીધું છે.
અમિતાભ બચ્ચને પોતાની ગેરહાજરી અંગે સ્પષ્ટતા કરી છે. તેમના ઘરની બહેર એકઠાં થયેલાં ફેન્સની તસવીર સાથે લખ્યું હતું, “આ રવિવારે હું તમને મળી શક્યો નહીં. કારણ કે હું હૈદરાબાદમાં શૂટ કરી રહ્યો હતો... છતાં આ લોકો આવ્યા...’ આ માનવ મહેરામણની તસવીરો સાથે અમિતાભ બચ્ચને પોતાના પ્રસંશકોની માફી પણ માગી અને એ પણ જાહેર કરી દીધું કે તેમણે સિક્વલનું કામ શરૂ કરી દીધું છે. તેમણે ‘કલ્કી’ના સેટ પરથી તેમણે અશ્વત્થામા અવતારમાં પોતાની કમલ હસન સાથે કેન્ડીડ તસવીર પણ શેર કરી હતી.
ફરી એક વખત કમલ હસન સાથે કામ કરવાના આનંદ અંગે વાત કરતા અમિતાભ બચ્ચને લખ્યું, ‘મહાન કમલ હસનને ફરી મળ્યો... અમે વર્ષોપછી સાથે કામ કરીશું... છેલ્લે ‘ગિરફ્તાર’માં કર્યું હતું... ‘કલ્કી ટુ’નું કામ શરૂ થઈ ગયું છે... પણ રવિવારનો પ્રેમ અને લાગણી હંમેશા મારા સંસ્મરણોમાં રહેશે... પરંતુ આશા છે કે આ રવિવાર બધા સાથે હશે...’


comments powered by Disqus