અમેરિકામાં સ્ટડી પછી નોકરી માટે ટ્રમ્પ એક લાખ ડોલરની ફી વસૂલશે

Wednesday 05th August 2026 09:40 EDT
 
 

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશી નાગરિકોને અમેરિકાના વિઝા ન મળે તે માટે હરસંભવ કોશિશ કરે છે. વિદેશી વિદ્યાર્થીઓ પણ સ્ટડી કરવા ઓછા આવે કે આવે તો પાર્ટટાઈમ કે ફુલટાઈમ નોકરી ન કરે એ માટેના પ્રયાસો સતત ટ્રમ્પની સરકાર કરતી રહે છે. એવી જ એક નવી પેરવી ટ્રમ્પે શરૂ કરી છે.
એચ-૧બી વિઝા માટે એક લાખ ડોલર લેવાની કોશિશ કરી એને કોર્ટે અટકાવી દીધી. એચ-1બી વિઝામાં જે શક્ય ન બન્યું એ હવે ટ્રમ્પ બીજી રીતે કરવા માંગે છે. અમેરિકન મીડિયા અહેવાલો પ્રમાણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશી નાગરિકો માટે એક નવો ફતવો લાવશે. સ્ટડી કર્યા બાદ અમેરિકામાં કામ કરવું હશે તો એક લાખ ડોલરની ફી આપવી પડશે.અત્યારના ડોલર સામે રૂપિયાના મૂલ્ય પ્રમાણે આ રકમ અંદાજે 85 લાખ રૂપિયા જેટલી થાય છે.ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે આ ફી વસૂલવામાં આવશે.
નામ પ્રમાણે આ ઓપ્શનલ ટ્રેનિંગ પ્રોગ્રામ છે એટલે જે સ્ટુડન્ટ્સ સ્ટડી કરીને સ્વદેશ જાય તેમણે આ રકમ ચૂકવવી પડશે નહીં, પરંતુ તેની સામે એ સ્વદેશ જાય ત્યારે માત્ર તેમની પાસે અમેરિકન યુનિવર્સિટીની ડિગ્રી જ હશે. એ સિવાય કોઈ ફાયદો મળ્યો નહીં હોય.


comments powered by Disqus