નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ના વડા એન્ટોનિયો ગુટેરેસે વર્ષ 2026 માટે પોતાનો નવા વર્ષનો મેસેજ 6 અધિકૃત ભાષા અરબી, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશની સાથે હિન્દી અને ઉર્દૂ ભાષામાં આપ્યો છે. મેસેજમાં ગુટેરેસે વિશ્વભરના નેતાઓને વિનાશમાં નહીં, વિકાસમાં રોકાણ કરવાની અપીલ કરી છે. એન્ટોનિયો ગુટેરેસે વર્ષ 2026 માટેના પોતાના મેસેજમાં કહ્યું કે, આ નવા વર્ષ પર આવો આપણે આપણી પ્રાથમિકતાને બરાબર કરવાનો સંકલ્પ લઈએ. એક સુરક્ષિત દુનિયા ગરીબી સામે લડવામાં અને યુદ્ધોમાં ઓછું રોકાણ કરવાથી શરૂ થાય છે.

