શુક્રવાર ૨ ઓક્ટોબરના રોજ નવનાત વડિલ મંડળે જેઓના સ્વજનો સ્વર્ગે સિધાવ્યા હોય તેમની સ્મૃતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
સવારના સ્વજનોની તસવીરોને હારબંધ હોલમાં ગોઠવી સ્ટેજ શણગારી દિવંગતોની યાદોંને અમરતા બક્ષી હતી. સ્વાદિષ્ટ રસોઇનો આસ્વાદ લઇ જાણીતા સંગીતકાર મીનાબહેન ત્રિવેદીના સુમધુર સ્વરે ભજનો અને સ્તવનોએ શાંત, લાગણીસભર અને આદ્યાત્મિક વાતાવરણ ઉભું કરી એક અદ્ભૂત અનુભવ કરાવ્યો હતો. ભક્તિના માધ્યમથી સ્વજનો સાથેનું સંધાણ થયાની અનુભૂતિ હાજર રહેલ સૌ કોઇએ કરી. આ સુંદર ભાવુક કાર્યક્રમની આયોજક કમિટીના કો-ઓર્ડિનેટર્સ નીતિનભાઇ સાવડીયા, મીનાબહેન સંઘાણી, પૂર્ણિમાબહેન મેશ્વાણી, અને કલ્પનાબહેન દોશી અને સ્ટેજ સુશોભન માટે હસ્મિતાબહેન દોશીનો તેમજ સ્વાદિષ્ટ રસોઇ બનાવી પીરસવા માટે કિચન કમિટીનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો.
શ્રદ્ધાંજલિ પાઠવાઈ તે વડીલોના નામ
• બાબુલાલ રતનશી મહેતા
• કમળાબેન બાબુલાલ મહેતા
• રમણિકલાલ રતનશી મહેતા
• બિપિનચંદ્ર બાબુલાલ મહેતા
• અરુણાબેન ચંદ્રકાંત વારિયા
• શાંતાબેન માનસંગ વારિયા • દીનાબેન નલિનકુમાર ઉદાણી • સુમતિલાલ ગોકળદાસ ઉદાણી • હરેન્દ્રકુમાર મેસવાણી • વિજયકુમાર રાજકોટિયા • રમણિકલાલભાઈ અને લીલાવંતીબેન સાંગાણી • ઇન્દિરાબેન પારેખ
• રસિકલાલ શિવલાલ પારેખ • ઉષાબેન પારેખ • પ્રતિભાબેન નરેશ દોશી • કુંદનબેન બચુલાલ મહેતા • વનિતાબેન સૂર્યકાંત મહેતા • મંજુલાબેન એસ. શાહ • કીર્તિબેન સુધીર શાહ
• બાબુલાલ ચુનીલાલ મહેતા • મણિલાલ પુરષોત્તમ શાહ • શારદાબેન મણિલાલ શાહ
• વિજયભાઈ વિપાણી • કિશોરભાઈ રતિલાલ શાહ • શાંતિલાલ લક્ષ્મીચંદ મહેતા
• ઇન્દિરાબેન દિલીપભાઈ મહેતા • અનંતભાઈ પારેખ
(બંસરી રૂપાણીના અહેવાલના આધારે..)

