પાકિસ્તાનમાં અંધાધુંધીઃ શરીફ સરકાર-PTI વચ્ચે વાતચીત નિષ્ફળ

Wednesday 07th October 2026 07:03 EDT
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને શહબાઝ શરીફ સરકાર વચ્ચેની વાતચીત નિષ્ફળ ગઈ છે. ત્યારપછી PTTએ ઈસ્લામાબાદ તરફ પોતાની લોંગ માર્ચ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આનાથી પાકિસ્તાનમાં રાજકીય તણાવ વધી ગયો છે અને દેશ અંધાધૂંધીના ત્રિભેટે આવીને ઊભો થઈ ગયો હોય તેમ જણાય છે. સરકારે પણ પ્રદર્શનકારીઓને રાજધાનીમાં પ્રવેશ ન આપવાની વાત કહી છે. રસ્તાઓ પર કન્ટેનર લગાવવાની અને સુરક્ષા દળોની તૈનાતી વધારવાની તૈયારીઓ કરવામાં આવી છે. સરકાર અને પીટીઆઈ વચ્ચે વાતચીતનો બીજો રાઉન્ડ શનિવારે સાંજે 4 વાગ્યે શરૂ થયો હતો. આ વાતચીત આખી રાત ચાલી અને રવિવારે સવારે પૂરી થઈ. પરંતુ બંને પક્ષો કોઈ સમજૂતી પર પહોંચી શક્યા નહીં. પીટીઆઈએ ગયા મહિને 27 સપ્ટેમ્બરે ઈસ્લામાબાદ માર્ચની જાહેરાત કરી હતી. બાદમાં સરકારની કડકાઈને કારણે તેને 4 ઓક્ટોબર સુધી ટાળી દેવામાં આવી હતી. હવે વાતચીત તૂટી ગયા પછી પાર્ટીએ પોતાનું પ્રદર્શન આગળ વધારવાનો નિર્ણય લીધો છે. પીટીઆઈની મુખ્ય માંગ ઈમરાન ખાન સાથે તાત્કાલિક મુલાકાતની છે. પાર્ટી ઈચ્છે છે કે તેમના ખાનગી ડૉક્ટરને તેમને મળવા દેવામાં આવે અને જરૂર પડે તો તેમને હોસ્પિટલ લઈ જઈને તપાસ કરાવવામાં આવે.


comments powered by Disqus