સ્ટોકહોમઃ વર્ષ 2026 માટે મેડિસિન ક્ષેત્રે મહત્વનું સંશોધન કરવા માટે જર્મનીનાં પીટર હેગેમેન અને જયોર્જ નાગેલ તેમજ અમેરિકાનાં કાર્લ ડાઈસેરોથને નોબેલ પ્રાઈઝ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ વૈજ્ઞાનિકો દ્વારા ઓપ્ટોજેનેટિક્સ નામની એક ટેકનિક વિકસાવવામાં આવી છે જેને કારણે પ્રકાશની મદદથી માનવીનાં મગજની અલગ અલગ કોશિકાઓને નિયંત્રિત કરીને તેની કામગીરી સમજી શકવાનું સરળ બન્યું છે. અગાઉ વૈજ્ઞાનિકો માટે એ જાણવાનું મુશ્કેલ હતું કે મગજની કઈ કોશિકા કયા કામ માટે જવાબદાર છે.
ઓપ્ટોજેનેટિક્સની મદદથી વૈજ્ઞાનિકો હવે માનવીની યાદશક્તિ, ભાવનાઓ અને વ્યવહારને સારી રીતે સમજી શકે છે. જેમાં ડીપ્રેશન જેવી માનસિક બિમારીઓ અને મગજને લગતી અન્ય બિમારીઓ માટે રિસર્ચ કરવાનું વધારે સરળ બન્યું છે.
આ શોધ એક ઘણા નાના શેવાળથી શરૂ કરવામાં આવી હતી પીટર હેંગમેન એવું જાણવા માંગતા હતા કે ક્લેમાઈડોમોનાસ નામની શેવાળ પ્રકાશ તરફ કેવી રીતે વળે છે. રિસર્ચ વખતે હેગેમેન અને જ્યોર્જ નાગેલને આ શેવાળમાં ચેનલરોડોપ્સિન નામનું એક ખાસ પ્રોટિન મળી આવ્યું હતું. આ પ્રોટિન પ્રકાશની અનુભૂતિ કરે છે.

