નવી દિલ્હીઃ સોમાલિયાની પુંટલેન્ડ મેરીટાઈમ પોલીસ ફોર્સે મંગળવારે 5 મહિનાથી લુટારાઓના કબજામાં રહેલા એમટી ઓનર-25 ટેન્કરને છોડાવ્યું છે. 16 લુટારાની ધરપકડ કરાઈ છે. પુંટલેન્ડ પ્રશાસન અનુસાર, કાર્યવાહી શરૂ થાય તે પહેલાં લુટારાઓએ 3 પાકિસ્તાની, 1 ભારતીય અને 1 મ્યાનમારના નાવિકની હત્યા કરી દીધી હતી, જ્યારે 3 પાકિસ્તાની અને 1ભારતીય ઘાયલ છે. બાકીના લુટારાઓની શોધખોળ ચાલુ છે. નાવિક સંગઠન એફએસયુઆઈએ મૃતક ભારતીયની ઓળખ કોલકાતાના 36 વર્ષીય તનવીરુઝમાન તરીકે કરી છે. તે જહાજ પર રસોઈયો હતો અને 2021થી નાવિક તરીકે કામ કરતો હતો.
