ઈરાન યુદ્ધ વચ્ચે ચીને કોઈ કારણ વિના સમુદ્રમાં 40 દિવસ માટે એરસ્પેસ બંધ કરી દીધી

Wednesday 08th April 2026 06:34 EDT
 
 

બેઇજિંગઃ ઇરાન યુદ્ધ વચ્ચે ચીને અચાનક તેની એરસ્પેસ 40 દિવસ માટે બંધ કરીને આશ્ચર્ય સર્જ્યું છે. તેના પગલે ચીન ઇરાન યુદ્ધમાં ફસાયેલા અમેરિકાની સ્થિતિનો લાભ ઉઠાવીને તાઇવાન કબજે કરવાની તૈયારીમાં હોવાની અટકળોએ વેગ પકડ્યું છે. ચીને કોઈપણ કારણ આપ્યા વગર 40 દિવસ માટે સમુદ્રની ઉપરના હવાઈક્ષેત્રનો મોટો હિસ્સો બંધ કરી દીધો છે.
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, આ પગલું અસામાન્ય છે. તેનું કારણ એ છે કે આ પ્રકારની ચેતવણીઓ સામાન્ય રીતે થોડા જ દિવસ ચાલતા લશ્કરી અભ્યાસ સાથે જોડાયેલી હોય છે. એટલું જ નહીં તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે સોમવારે સવારે 6 વાગે પોતાની પ્રાદેશિક જળસીમામાં ચીનનાં ત્રણ ફાઇટર જેટ્સ, નૌકાદળનાં 6 જહાજો અને 2 સરકારી જહાજો આવ્યાં હોવાની જાણકારી આપી છે. તે ત્રણેય મધ્ય રેખા પાર કરીને તાઇવાનના ઉત્તરના અને પૂર્વના એડીઆઇઝેડ ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યાં છે. બેઇજિંગે આ વિસ્તારમાં યુદ્ધાભ્યાસની જાહેરાત કરી નથી, તેના પગલે તેના અંગે અનિશ્ચિતતા વધી ગઈ છે.


comments powered by Disqus