કેલિફોર્નિયાઃ સર્ચ જાયન્ટ ગૂગલે ઓપન લાર્જ લેંગ્વેજ મોડલ જેમ્મા-4 લોન્ચ કર્યું છે. આ મોડલને જેમિની-3પ્રો મોડેલની ટેક્નોલોજી પર ડેવલપ કરાયું છે. તેને 140થી વધુ ભાષામાં ટ્રેનિંગ આપવામાં આવી છે. ગૂગલ ડીપમાઇન્ડ દ્વારા વિકસિત આ મોડલ જેમિની કરતાં અનેક રીતે અલગ છે. જેમ્મા એક એઆઇ પ્રોસેસિંગ એન્જિન છે, જ્યારે જેમિની એઆઇ ચેટબોટ છે. જેમ્મા ઓપન મોડલ હોવાથી પ્રાઇવસીમાં વધારો થાય છે. તે હજારો પેજ અને કોડિંગ ફાઇલ વાંચીને જવાબ આપી શકે છે.

