ચીનની સરહદે ભારત સાથે તંગદિલી વચ્ચે વિશ્વના સૌથી વજનદાર કાર્ગો ચાંગયિંગ-8 (CY-8) ડ્રોનનું ચીન દ્વારા સફળ પરીક્ષણ કરાયું. ચાંગયિંગ-8ને ચીનની સંરક્ષણ કંપની ચાઇના નોર્થ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ કોર્પોરેશન લિમિટેડ (નોરિન્કો)એ વિકસિત કર્યું છે. તે ઓછા અંતરમાં ઉડવા અને ઉતરવાની સાથે તિબેટ તથા દક્ષિણ પૂર્વ ચીન સમુદ્રમાં પણ સંચાલન કરવામાં સક્ષમ છે.

