કરાચીઃ પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુની સ્થિતિ દયનીય છે. હિન્દુઓ પર વારંવાર હુમલા થાય છે, ત્યારે પાકિસ્તાનની રાજધાની કરાચીની ઈમારતમાં શ્રીકૃષ્ણ અને ગોપીઓની મૂર્તિઓને ખંડિત કરાઈ છે. પાકિસ્તાન દરવાર ઈત્તેહાદના અધ્યક્ષ શિવ કચ્છીએ જણાવ્યું કે, કરાચીમાં ઐતિહાસિક સગન મૈસન ભવનમાં ભગવાન કૃષ્ણ અને ગોપીઓની પ્રતિમાઓને ખંડિત કરવી નિંદનીય કૃત્ય છે. પાકિસ્તાન સરકારે આ ઘટનાની તપાસ કરાવવી જોઈએ અને દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આ ઐતિહાસિક ઈમારતનો તાત્કાલિક જિર્ણોદ્ધાર અને સંરક્ષણ પણ સુનિશ્ચિત કરવા જોઈએ. આ ઇમારત સ્વતંત્રતા પૂર્વે 1937માં બનાવાઈ હતી, જેમાં હિન્દુ સમુદાયની અમૂલ્ય મૂર્તિઓ અને અન્ય ધાર્મિક પ્રતીકો રાખવામાં આવ્યાં હતાં.

