મહાવીર ફાઉન્ડેશન - કેન્ટન દેરાસરમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી

Wednesday 08th April 2026 07:04 EDT
 
 

મહાવીર ફાઉન્ડેશન - કેન્ટન દેરાસર ખાતે મંગળવાર, 31 માર્ચે બપોરે 2:00 વાગ્યે પરમ પવિત્ર અવસર ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક ની ઉજવણી અતિ ભક્તિભાવ, શ્રદ્ધા અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે અંદાજે 200થી વધુ શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં સક્રિય રીતે ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું.
આ શુભ અવસર પર આપણા પરમ કૃપાળુ દેવ, સંઘના ગૌરવ અને માર્ગદર્શક ભગવાન શ્રી મહાવીર સ્વામીના સન્માનમાં “શ્રી સક્રસ્તવ મહોત્સવ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન ભક્તોએ ભાવપૂર્વક આરાધના કરી અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સંઘના સભ્યો, લાભાર્થીઓ, તપસ્વીઓ તેમજ સેવાભાવી વોલન્ટિયર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની નિષ્ઠા તથા સમર્પણથી આ પવિત્ર પ્રસંગને સફળ બનાવ્યો હતો. આવો ભવ્ય અને ભાવનાત્મક ધાર્મિક કાર્યક્રમ સંઘની એકતા, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો. અંતમાં, તમામ ઉપસ્થિત ભક્તજનો તેમજ આયોજનમાં જોડાયેલા તમામ સેવકોનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવે છે.


comments powered by Disqus