ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ફારુકાબાદમાં 125 વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારાને તોડી પડાતાં ભારતમાં શીખ સમુદાયમાં ભારે આક્રોષ જોવા મળી રહ્યો છે. જમ્મુમાં ભાજપ લઘુમતી મોરચાના સભ્યોએ ઘટનાના વિરોધમાં દેખાવો કરતાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.
