સર્જરીના જનક આદરપાત્ર મહર્ષિ સુશ્રુતની કાંસ્યપ્રતિમાનું અનાવરણ

મારે પણ કાંઈક કહેવું છે ....

સુરેશ પટેલ અને ભાવના પટેલ -- મારખમ કેનેડા Wednesday 08th July 2026 06:40 EDT
 

ભારતના તામિલનાડુના થાંજાવુર જિલ્લાના કુંભકોણમ નજીક સ્વામિમાલાઈ ખાતે સ્થપતિ અને તેમની ટીમ દ્વારા નિર્માણ કરાયેલા શલ્યચિકિત્સા (સર્જરી)ના જનક તરીકે આદરપાત્ર મહર્ષિ સુશ્રુતની કાંસ્યપ્રતિમાનું તાજેતરમાં યુનાઈટેડ કિંગ્ડમની પ્રતિષ્ઠિત રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ એડિનબરા ખાતે અનાવરણ કરાયું હતું.
વિશ્વની સૌથી પ્રાચીન સર્જરી કોલેજ ખાતે મહર્ષિ સુશ્રુતની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી તે પ્રાચીન મહર્ષિ માટે યથાયોગ્ય અંજલિ જ કહેવાય જેમના પ્રાચીન સંસ્કૃત ગ્રંથ ‘સુશ્રુત સંહિતા’ને સૌથી પુરાણા સર્જરી વિષયક ગ્રંથ તરીકે ઓળખાય છે. ભારતના આંધ્ર પ્રદેશના વતની અને યુકેમાં વસતા સર્જન ચંદારા ચેરુવુની પહેલ થકી સુશ્રુતની પ્રતિમા સ્થાપિત કરાઇ છે. ભારતના તિરુચિસ્થિત ઈન્ડિયન એસોસિયેશન ઓફ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ એન્ડોસર્જન્સના નેશનલ પ્રેસિડેન્ટ કે. ગોવિંદરાજના માર્ગદર્શનમાં કાંસ્ય-પ્રતિમાનું નિર્માણકાર્ય આદરણીય શિલ્પકાર અને હસ્તકલાગુરુ સ્વામિમાલાઈના રાઘવાનંથમ સ્થપતિને સુપરત કરાયું હતું. એડિનબરાસ્થિત ભારતના કાઉન્સેલ જનરલ સિદ્ધાર્થ મલિકના હસ્તે રોયલ કોલેજ ઓફ સર્જન્સમાં મહર્ષિ સુશ્રુતની પ્રતિમાનું અનાવરણ 19 જૂને કરાયું હતું. આ પ્રસંગે સમારોહમાં રોયલ કોલેજ ઓફ સર્જન્સના પ્રેસિડેન્ટ ક્લેર મેક્નોટ, પૂર્વ પ્રેસિડેન્ટ રોવાન પાર્ક્સ, કોલેજ કાઉન્સિલ મેમ્બર્સ, અગ્રણી સર્જન્સ અને મેડિકલ પ્રોફેશનલ્સ ઉપસ્થિત હતા.

સુરેશ પટેલ અને ભાવના પટેલ

મારખમ કેનેડા


comments powered by Disqus