આફત વચ્ચે ચીને તાતોપાની બોર્ડર બંધ કરી, હવે વેપાર મોંઘો પડશે

Wednesday 09th September 2026 07:29 EDT
 

કાઠમંડુઃ ચીને નેપાળ સરહદ સાથે જોડાયેલી તાતોપાની બોર્ડર બંધ કરી દીધી છે. આ નેપાળ માટે એક મોટો આર્થિક ઝટકો છે. બંને દેશો વચ્ચે 3 સરહદી માર્ગ છે- તાતોપાની, રસુવાગઢી અને મુસ્તાંગનો કોરલા પાસ. ભોટેકોશી નદીમાં પૂરથી રસુવાગઢી સરહદી નાકાના ટિમુરે બજાર, કસ્ટમ ઓફિસ અને ઇમિગ્રેશન ઓફિસ સહિતનાં માળખાં સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ચૂક્યાં છે. આવી સ્થિતિમાં ચીને તાતોપાની પણ બંધ કરતાં હવે ગુડ્સ વ્હીકલ માત્ર મુસ્તાંગના રસ્તેથી જ જઈ શકશે.
નેપાળ ટ્રાન્સ-હિમાલયન કોમર્સ એસોસિયેશનના પ્રમુખ રામહરિ કિરકે કહે છે કે, ટ્રકોએ 550 કિ.મી. વધુ ફરવું પડશે. પરિવહન ખર્ચ વધવાના કારણે સામાન ઇલેક્ટ્રોનિક્સ, કપડાં પગરખાં, ફળ સહિતનો સામાન મોંઘો થશે. નેપાળ મહાવાણિજ્ય દૂત લક્ષ્મી નિરોવાએ કહ્યું, લિપિંગ વિસ્તારમાં ભૂસ્ખલનનું સંકટ શાંત ન થાય ત્યાં સુધી ચીન દ્વારા વેપારી પ્રવૃત્તિઓ ફરી શરૂ થવાની શક્યતા નથી.


comments powered by Disqus