વિએનાઃ ઓસ્ટ્રિયામાં 14 વર્ષથી નીચેની વિદ્યાર્થિનીઓના હિજાબ અને બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ કાયદો નવા શૈક્ષણિક સત્રથી તમામ સ્કૂલોમાં લાગુ પડશે. ઓસ્ટ્રિયાએ હિજાબ અને બુરખા પર પ્રતિબંધનો કાયદો તો પહેલાં જ ઘડી નાખ્યો હતો. હવે તે લાગુ થશે. ઈન્ટીગ્રેશન મિનિસ્ટર ક્લાઉડિયા બાઉરે કહ્યું કે, હિજાબ ઓસ્ટ્રિયન કલ્ચર નથી, તે દમનની નિશાની છે. બાળપણથી જ છોકરીઓને નિયંત્રણમાં રખાય છે. સમાનતાના અધિકાર માટે આ જરૂરી છે. ઓસ્ટ્રિયાને ઇસ્લામિક દેશ બનવા નહીં દઈએ. સરકારનો ઈરાદો છોકરીઓના હિતનું રક્ષણ કરવાનો છે.
