બીએલએ દ્વારા પાકિસ્તાનના 25 સૈનિકોની હત્યા

Wednesday 09th September 2026 07:31 EDT
 

નવી દિલ્હીઃ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ દાવો કર્યો છે કે, તેણે બે અલગ-અલગ હુમલામાં પાકિસ્તાની સેનાના 25 જવાનોને મારી પાડ્યા છે. ઈસ્લામાબાદે તેના જવાબમાં કોઈ મોટી કાર્યવાહી નથી કરી. છેલ્લા થોડા સમયમાં બલૂચિસ્તાનમાં હિંસામાં ઝડપથી વધારો થયો છે. BLAએ હાલના મહિનાઓમાં પાકિસ્તાની સેના સામે પોતાની કાર્યવાહી વેગવંતી બનાવી છે. BLAએ એક નાટકીય અને ફિલ્મી શૈલીમાં તૈયાર કરાયેલો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં વિસ્ફોટ, ફાયરિંગ અને પાકિસ્તાની સેનાનો સળગતી ટ્રક જોવા મળી રહ્યાં છે. BLAએ દાવો કર્યો હતો કે, જિયારત ક્રોસ પર તેની ફતેહ સ્ક્વોડના ગેરિલાઓએ સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો અને કાફલાનાં બે વાહનોનો ખુરદો બોલાવી દીધો હતો. 


comments powered by Disqus