ચીનના રાષ્ટ્રપતિની 7 વર્ષ બાદ ઉત્તર કોરિયાની મુલાકાત

Wednesday 10th June 2026 06:55 EDT
 
 

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સોમવારે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગ પહોંચ્યા. ઉત્તર કોરિયાના શાસક અને વર્કર્સ પાર્ટી ઓફ કોરિયાના મહાસચિવ કિમ જોંગ-ઉન અને તેમની પત્નીએ પ્યોંગયાંગ એરપોર્ટ પર જિનપિંગ અને તેમનાં પત્ની પેંગ લિયુઆનનું સ્વાગત કર્યું હતું. વિમાનથી ઉતર્યા પછી જિનપિંગે કિમ સાથે ઉષ્માભેર હસ્તધૂનન કર્યું હતું. ઉત્તર કોરિયાના પ્રવાસ દરમિયાન જિનપિંગ કિમ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ કિમના આમંત્રણ પર ઉત્તર કોરિયાના બે દિવસના સત્તાવાર પ્રવાસે છે.


comments powered by Disqus