કીવઃ 4 વર્ષથી પણ વધુ સમયથી ચાલતાા રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને ખુલ્લો પત્ર લખીને વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. 4 વર્ષમાં પહેલીવાર ઝેલેન્સ્કીએ ખૂલીને પુતિન સમક્ષ વાતચીત માટે પહેલ કરી છે. ઝેલેન્સ્કીએ પત્રમાં જણાવ્યું છે કે, વાતચીત મોસ્કોમાં કે કીવમાં ન થવી જોઈએ, કોઈપણ તટસ્થ દેશમાં ચર્ચા થઈ શકે. સ્વિટ્ઝરલેન્ડ, તુર્કી કે પછી કોઈપણ આરબ દેશ વાતચીત માટે અનુકૂળ રહેશે. મોટા પ્રશ્નોનો ઉકેલ બંને દેશોના વડા જ લાવી શકે છે.

