નવી દિલ્હીઃ બાંગ્લાદેશની જેલમાં સજા પૂરી થઈ ગઈ હોવા છતાં 152 વિદેશી કેદીમાંથી આશરે 148 ભારતીય કેદીઓ હજુ પણ સળિયા પાછળ બંધ છે. એક રિપોર્ટ અનુસાર ઓળખની ચકાસણી અને વહીવટી વિલંબના કારણે તેઓ પોતાના વતન પરત ફરી શકતા નથી. અધિકારીઓએ સોમવારે કહ્યું કે, ઘણા ભારતીયો વર્ષો પહેલાં પોતાની સજા પૂરી કરી ચૂક્યા છે. જેમની ગેરકાયદે રીતે સરહદ પાર કરવા સહિતના આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
