ચીને સૂર બદલ્યોઃ ભારત હરીફ નહીં, પરંતુ ભાગીદાર

Wednesday 11th March 2026 06:44 EDT
 

બેઇજિંગઃ  ભારતને કટ્ટર હરીફ ગણનારા ચીનનો સૂર એકાએક બદલાઈ ગયો છે. હવે તે ભારતને પોતાના પ્રતિસ્પર્ધી તરીકે નહીં પણ ભાગીદાર તરીકે જોવા માગે છે. ચીનના વિદેશ મંત્રી વાંગ થીએ કહ્યું કે, ભારત-ચીને એકબીજાને પ્રતિસ્પર્ધી નહીં પણ ભાગીદાર અને એકબીજાની તક તરીકે જોવા જોઈએ. બંને દેશોએ સંબંધો સુધારવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ દ્વારા નક્કી કરેલા દિશા-નિર્દેશ તરફ આગળ વધવું જોઈએ.


comments powered by Disqus