કાઠમાંડુ: નેપાળમાં એકતરફ સામાન્ય ચૂંટણીઓમાં બાલેન શાહની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી) ને ઐતિહાસિક જીત મળી રહી છે. બીજી તરફ, જેન-ઝી આંદોલન અંગે આવેલા તપાસ રિપોર્ટે પૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગત સપ્ટેમ્બરમાં જેન-ઝી વિરોધ પ્રદર્શન દરમિયાન 76 લોકોના મોતની તપાસ કરી રહેલા ઉચ્ચ સ્તરીય પંચે આ રિપોર્ટ વચગાળાના પીએમ સુશીલા કાર્કીને સોપ્યો છે.
નેપાળ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ ગૌરી બહાદુરના નેતૃત્વ હેઠળના કમિશને જણાવ્યું કે તત્કાલીન સરકારના નબળા શાસનને કારણે પરિસ્થિતિ હિંસામાં પરિણમી હતી. પંચે 200 લોકોના ઇન્ટરવ્યુ લીધા પછી એક રિપોર્ટ તૈયાર કર્યો અને જવાબદારો સામે કાર્યવાહીની ભલામણ કરી હતી.

