રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે...

Wednesday 11th March 2026 09:25 EDT
 
 

બોલિવૂડ સમગ્ર વર્ષ દરમિયાન શૂટિંગ અને કામમાં વ્યસ્ત હોય છે, પરંતુ હોળી અને દિવાળીના તહેવારોને એટલા જ ઉમંગ-ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે. દેશભરમાં હોળી-ધૂળેટીની ઉત્સવ ઉજવાયો તેની સાથોસાથ સેલેબ્રિટીસે પણ પોતાની હોળી-ધૂળેટીનું પર્વ ઉજવ્યું છે. તેમાં રણબીર કપૂર, વિકી કૌશલ અને કેટરિનાથી લઇને રણદીપ હૂડા, સોહા અલી ખાન, વરુણ ધવન, કુણાલ ખેમુ, નેહા ધુપિયા, રિચા ચઢ્ઢા અને અલી ફઝલ સહિતના કલાકારોએ હોળી ઉજવણીની તસવીરો શેર કરી હતી. સાથે જ જાવેદ અખ્તરની નાની હોલી પાર્ટીની તસવીરો પણ શેર કરવામાં આવી હતી, જેમાં શબાના આઝમી, દિવ્યા દત્તા, મનીષ મલ્હોત્રા, અંજલી આનંદ, ઉર્મિલા માતોંડકર સહિતના કલાકારો મનભરીને રંગોનું પર્વ ઉજવતા દેખાય છે. રણબીર કપૂર પણ રંગે રંગાયેલો તસવીરમાં જોવા મળે છે તો વરુણ અને રણદીપે પોતાની પત્નીઓ સાથે હોળીની તસવીરો શેર કરી છે. તો વિકી કૌશલે પણ જીવનસંગિની કેટરિના, ભાઈ સની કૌશલ અને કેટરિનાની બહેન સાથે દર વર્ષની જેમ હોળીની તસવીર શેર કરીને હોળીની શુભેચ્છાઓ આપી હતી. સોહા અલી ખાન - કુનાલ ખેમુ, નેહા ધુપિયા - અંગદ બેદીએ પોતાનાં બાળકો સાથે મળીને હોળીની ઉજવણી કરી હતી. ક્રિતિ સેનને પણ તેના માતાપિતા, બહેન નુપુર સેનન અને જીજુ સ્ટેબિન બિન સાથે હોળીની ઉજવણીની તસવીરો શેર કરી હતી.


comments powered by Disqus