પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે સાઉદી સંરક્ષણ મંત્રી પ્રિન્સ ખાલીદ બિન સલમાન સાથે મુલાકાત કરી. ઇરાનના હુમલાનો સામનો કરતા દેશોમાં સાઉદી અરેબિયાનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ઇસ્લામાબાદ અને રિયાધ વચ્ચે સંરક્ષણ કરાર છે. બેઠક બાદ પાકિસ્તાની સેનાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. પ્રિન્સ ખાલીદ બિન સલમાને જણાવ્યું હતું કે, મુનીર સાથેની તેમની મુલાકાતનો મુખ્ય હેતુ પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા માટે હાનિકારક હુમલાને રોકવા માટેનાં પગલાંની ચર્ચા કરવાનો હતો.

