ખાલિસ્તાનીઓનો સ્લોવેનિયામાં ભારતીય દૂતાવાસ પર હુમલો

Wednesday 12th August 2026 07:15 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલયે સ્લોવેનિયાની રાજધાનીમાં ભારતીય દૂતાવાસ પરિસરને નુકસાન પહોંચાડવાની ઉગ્ર ટીકા કરી છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, વિયેના કન્વેન્શન હેઠળ રાજદ્વારી પરિસરોની સુરક્ષા કરવી ફરજિયાત છે. વિદેશ મંત્રાલયે સ્લોવેનિયા અધિકારીઓને આ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહીની માગ કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, અમે સ્લોવેનિયાની રાજધાનીમાં પોતાના દૂતાવાસ પરિસરને ભારત વિરોધી તત્ત્વો દ્વારા નુકસાનની ટીકા કરીએ છીએ. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય દૂતાવાસ પરિસરની દીવાલો અને બોર્ડ પર ભારત વિરોધી આપત્તિજનક સામગ્રી લખી હતી.


comments powered by Disqus