મારી હત્યા થઈ શકે, છતાં હું મારા લોકો વચ્ચે જઈશઃ શેખ હસીના

Wednesday 12th August 2026 07:21 EDT
 
 

નવી દિલ્હીઃ બાંગ્લાદેશનાં પૂર્વ વડાંપ્રધાન અને અવામી લીગનાં અધ્યક્ષ શેખ હસીનાએ બુધવારે અત્રે ફોરેન કોરસ્પોન્ડન્ટ્સ ક્લબ ખાતેથી લાઇવ ભાષણ આપ્યું હતું. તેમનું આ ભાષણ વર્ચ્યુઅલ હતું. ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશ છોડ્યા બાદ બે વર્ષમાં આ તેમનું પહેલું સાર્વજનિક ભાષણ હતું.
શેખ હસીનાએ કહ્યું કે, આજે હું પાંચ ટર્મનાં પૂર્વ વડાંપ્રધાન તરીકે નહીં પણ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની દીકરી તરીકે વાત કરી રહી છું. 1981માં પણ તત્કાલીન રાષ્ટ્રપતિ જિયાઉર રહેમાને મને બાંગ્લાદેશ પરત ફરતી રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હું ત્યારે પણ પાછી ફરી હતી. આ વખતે પણ કોઈ મને રોકી શકે નહીં. તેઓ મને જેલ મોકલી શકે છે, મારી હત્યા પણ કરી શકે છે, પરંતુ મારે મારા લોકો વચ્ચે પાછા જવું જ પડશે.
માતાને રાષ્ટ્રપતિ જેવો આદર અપાયો: સજીબ વાઝેદ જોય
શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયે કહ્યું કે, પીએમ મોદીએ તેમની માતા સાથે રાજ્યના વડા જેવો આદર કર્યો હતો. મારાં માતાને સંપૂર્ણ સુરક્ષા અપાઈ છે. ભારતમાં તેમના રોકાણ વિશે બોલતાં સજીબે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હસીના સાથે કોઈપણ રાજ્યનાં વડાં જેવો આદર આપ્યો.


comments powered by Disqus