વિશ્વના સૌથી વૃદ્ધ કબૂતરને ગિનિસ બુકમાં સ્થાન

Tuesday 12th May 2026 06:24 EDT
 
 

કોઈપણ પ્રસંગે એકાદી વ્યક્તિ એવી મળી જાય કે જે મળતાંની સાથે જ કહે કે તમે તો જોરદાર ફિટ લાગો છે, તમારી તો ઉંમર જ નથી લાગતી. જોકે આ બધા તો સામેવાળી વ્યક્તિને ખુશ કરવાની વાતો પણ, આ તસવીરમાં જોવા મળતાં કબૂતરની વાત કરીએ તો તેને સાચા અર્થમાં કહી શકાય એમ છે કે, ‘તારી તો ઉંમર જ નથી લાગતી...’ તેની ઉંમર 44 વર્ષ કરતાં પણ વધુ છે. સામાન્યતઃ કબૂતરનું જીવન ખૂબ જ ટૂંકુ હોય છે પરંતુ, આ કબૂતર માટે કહી શકાય કે, તેણે લોકોની બારીઓ અને અગાસીઓમાં જઈને હેરાન ન કર્યા અને તેનું તેને ફળ મળ્યું છે. હા, આ કબૂતર પાળતું છે. તે ઘરમાં મનગમતી જગ્યાએ ઉડાઉડ પણ કરે, ઇચ્છા પડે ત્યારે દાણા-પાણીનો જલસો કરે ને મન થાય તો માલિકના ખોળામાં બેસીને ટીવી પણ જોઇ લે... લહેરી લાલા જેવું સુખી જીવન ભોગવતાં ભોગવતાં તેણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવી દીધું છે.


comments powered by Disqus