10 જાન્યુઆરીએ રામ જન્મભૂમિમાં 3 કાશ્મીરી શખ્સ ઘૂસી ગયા અને નમાજ પઢવાનો પ્રયાસ કર્યો, જેમની તાત્કાલિક અટકાયત કરાઈ.
• રવિવારે 1 ફેબ્રુઆરીએ બજેટઃ આ વખતે બજેટ 1 ફેબ્રુઆરી રવિવારના રોજ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન સતત નવમી વખત બજેટ રજૂ કરશે.
• 18 મહિલા સહિત 23 નક્સલીનું સરેન્ડરઃ છત્તીસગઢના દંતેવાડામાં ઘરવાપસી અભિયાન હેઠળ શુક્રવારે 23 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. જેમાં 18 મહિલા નકસલીઓનો પણ સમાવેશ થાય છે.
• ઇન્સ્ટાગ્રામ યુઝર્સનો ડેટાલીકઃ ઈન્સ્ટાગ્રામના 1.75 કરોડથી વધુ યુઝર્સનો ડેટા લીક થઈ ગયો હોવાનું સાયબર સિક્યોરિટી કંપની માલવેર બાઈટ્સે જાહેર કરતાં યુઝર્સમાં હોબાળો મચી ગયો છે.
• ગુલશન કુમારના હત્યારાનું જેલમાં મોતઃ ટી-સીરીઝના સ્થાપક ગુલશન કુમારની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 55 વર્ષીય અબ્દુલ રઉફ મર્ચન્ટનું ગુરુવારે સવારે મહારાષ્ટ્રની સેન્ટ્રલ જેલમાં મોત થયું છે.
• સાઇબર ગઠિયાઓએ 20 હજાર કરોડ સેરવ્યાઃ એક વર્ષમાં જ દિલ્હીમાં સાઇબર ઠગોએ લોકો પાસેથી રૂ. 1,250 કરોડ ખંખેરી લીધા છે. રાષ્ટ્રીયસ્તરે આ આંકડો રૂ.20,000 કરોડની આસપાસ હોવાનું અનુમાન છે.
• ‘આ ન્યૂઝીલેન્ડ છે, ભારત નહીં’: ન્યૂઝીલેન્ડમાં જમણેરી સમૂહે શીખોના ધાર્મિક કાર્યક્રમમાં અવરોધ ઊભો કર્યો. જમણેરી સમૂહે એકઠા થઈ આ ન્યૂઝીલેન્ડ છે, ભારત નહીંનાં બેનર દર્શાવ્યાં છે.
• મસૂદ અઝહરની ફરી ધમકીઃ આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના વડા મસૂદ અઝહરનો ઓડિયો મેસેજ સામે આવ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે તેની પાસે હજારો સ્યૂસાઇડ બોમ્બર્સ છે, જે હુમલા માટે તૈયાર છે.

