તેલઅવીવઃ યરૂશલમના મહાને યહુદા બજારમાં ચૂંટણી પોસ્ટરો વચ્ચે ફળ વેચતા 76 વર્ષીય અબ્રાહમ લેવીને વિશ્વાસ છે કે નેતન્યાહૂ ફરી સરકાર બનાવશે. તેઓ કહે છે, 'નેતન્યાહૂએ પોતાનું કામ પૂરું કરવાનું છે.' આ જ શહેરની જાફા સ્ટ્રીટ પર દુકાનદાર ઇલ્ડાનો અભિપ્રાય અલગ છે. હમાસ હુમલાની નેતન્યાહૂએ જવાબદારી લેવી જોઈએ. તેલ અવીવના જાફામાં તુર્ગમાન ફેરફાર ઈચ્છે છે. તેમનું કહેવું છે કે, હું આઈઝનકોટને વોટ આપીશ. આ અવાજો ઇઝરાયલના ચૂંટણી માહોલની સ્થિતિ દર્શાવે છે. ચાર મુખ્ય સર્વેમાં કોઈ પણ જૂથને બહુમતી મળતી દેખાતી નથી અને નેતન્યાહૂની ખુરશી પર સંકટ તોળાઈ રહ્યું છે.
હમાસ હુમલાના 3 વર્ષ પછી ઇઝરાયલમાં 27 ઓક્ટોબરે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. તે હુમલામાં 1,200 ઇઝરાયલી માર્યા ગયા હતા. આ પછી ગાઝામાં ઇઝરાયલી હુમલામાં
74 હજારથી વધુ લોકોના મોત થયા હતા.

