ગ્વાદરમાં બલૂચોનો હુમલોઃ પાક. કોસ્ટગાર્ડના 13 જવાન ઠાર

Wednesday 14th October 2026 07:16 EDT
 

રાંચીઃ બલૂચિસ્તાનના ગ્વાદર પોર્ટ વિસ્તારમાં પાકિસ્તાન કોસ્ટગાર્ડની બે નૌકાઓ પર મોટો હુમલો થયો છે. આમાં પાકિસ્તાની કોસ્ટ ગાર્ડના 13 જવાનો માર્યા ગયા છે. અન્ય કેટલાક જવાનો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) એ આ હુમલાની જવાબદારી લીધી છે. બીએલએ એ દાવો કર્યો છે ક,ે તેમની દરિયાઈ લડાયક યુનિટ ‘હમ્માલ મરીન ડિફેન્સ ફોર્સ’ (એચએમડીએફ) એ સ્પીડ બોટ દ્વારા આ હુમલાને અંજામ આપ્યો હતો. બીએલએના મીડિયા જૂથ ‘હક્કાલ’એ આ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે.


comments powered by Disqus