કૈરોઃ ઈરાન સમર્થક હુથીઓ અને સાઉદી અરબ વચ્ચે તંગદિલી વધી રહી છે. હુથીઓ દ્વારા ફરી મોટા હુમલા કરવામાં આવ્યા છે. ગઈકાલે કરેલા હુમલામાં ત્રણનાં મોત થયાં હતાં. પરંતુ આજના હુમલામાં 12નાં મોત થયા હતાં જ્યારે 11 ભારતીયો સહિત 300થી વધુ ઘાયલ થયા હતા. મોડી રાત્રીએ હુથી વિદ્રોહીઓએ રિયાદ હૂતી વિદ્રોહીઓએ રિયાદના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઈલ છોડ્યાં હતાં. મોટી જાનહાનિ બાદ સાઉદીએ એરપોર્ટને બંધ રાખવાનો સમય રવિવાર સુધી લંબાવ્યો હતો.
હુમલા શરૂ થતાં એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં નાસભાગ થઈ ગઈ હતી. સાયરનો વાગવા લાગ્યા હતા. અને તે હુમલામાં અમેરિકા નાગરિક સહિત કુલ 12 નાં મૃત્યુ થયાં હતાં, 300 થી વધુને ઇજાઓ થઈ હતી. એરપોર્ટથી તમામ ફ્લાઇટ અનિશ્ચિત સમય સુધી નિલંબિત કરી દેવાઈ હતી. સાઉદીનાં પાટનગર પર છેલ્લા 20 દિવસમાં હુથી વિદ્રોહીઓએ આ ચોથીવાર હુમલો કર્યો હતો.

