ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં 15 જુલાઈએ મોટાપાયે થનારા વિરોધ પ્રદર્શન અને લોન્ગ માર્ચ પહેલાં ત્યાંની સ્થાનિક કઠપૂતળી સરકાર ચિંતામાં ગરકાવ થઈ છે. PoK માં થનારા વિરોધ પ્રદર્શન અને અશાંતિને દબાવી દેવા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિર દ્વારા આર્મીના 4000 જવાનો અને રેન્જર્સની 7 વિંગને ખડકી દેવાઈ છે.
મુનિર પણ કંઈક મોટું કરવાની ફિરાકમાં હોય તેવા સંકેત મળી રહ્યા છે. PoKમાં સંયુક્ત અવામી એક્શન કમિટી (JAAC)ના પ્રમુખ નેતા શૌકત નવાઝ મીર અને સેંકડો કાર્યકરોએ ધરપકડ વહોરી હતી. આ પછી ત્યાં પાકિસ્તાન સેના પર ભારે જનઆક્રોશ ફૂટી નીકળ્યો છે.
સરકારને ડર છે કે, આ આંદોલનને કારણે આ વિસ્તારમાં હંગામી ધોરણે સુરક્ષા સંકટ સર્જાશે. જેને કાબૂમાં લેવાનું સરકાર માટે મુશ્કેલ બનશે.

