અનેક સમસ્યાઓનું સમાધાન સમજણમાં...

કહાની ઘર ઘર કી

- જ્યોત્સના શાહ Wednesday 15th July 2026 06:29 EDT
 
 

આજના જમાનામાં તો નાના હોય કે મોટા.. બધાના હાથમાં મોબાઇલ નામના રમકડાંની જ બોલબાલા. જાણે કે એ જ જીવન. એ ના દેખાય તો આપણે બેબાકળા થઇ જઇએ. "મારો ફોન ક્યાં? મારો ફોન ક્યાં ની માળા જપીએ.
જાણે કે એના વિના અંધારું. ચાલો આવા એક પ્રસંગની વાત કરીએ.
પતિના હાથમાં જ્યારે જુઓ ત્યારે ફોન. મિત્રો અને પોતાના ભાઇ બહેન સાથે હસી હસીને વાત કરે. પત્ની કંઇક કહે તો બોબ ફાટે. પત્ની પાસે ઘણી બધી અપેક્ષા. છોકરાઓને પણ વાત વાતમાં ધમકાવે. ગુસ્સો તો નાક પર. એકદમ ગરમ સ્વભાવ. આ સ્વભાવમાં જાદુઇ લાકડી જેવો બદલાવ..!!
એક દિવસ પતિ ફોનમાં મો ઘાલીને બેઠાં હતા. પત્નીએ કહ્યું સાંભળો છો? હું મારી બહેનપણી સાથે પિક્ચર જોવા જઉં છું. પતિએ કીધું સારું. પત્નીને નવાઈ લાગી. આ પહેલા તો જ્યારે હું મારી બહનેપણી સાથે જવાની વાત કરું ને એમનો પિત્તો જાય. કેટલું ય સંભળાવે ને મુડ બગાડે એ બોનસ!
થોડીવાર પછી દિકરો અમીષ મૉ વીલું કરી ગભરાતા ગભરાતાં પપ્પા પાસે આવ્યો. પપ્પાએ પૂછ્યછયુંઃ બોલ બેટા કેમ આમ વીલા મોંઢું છે? એણે પોતાના સ્કુલનું પરિણામ બતાવતા કહ્યું, મારા ગણિત જેવા સ્કોરીંગ સબ્જેક્ટમાં ખૂબ જ ઓછા માર્ક્સ આવ્યા છે. સોરી પપ્પા! કાઁઇ નહિં. સારું રિઝલ્ટ લાવવા ફરી વધારે મહેનત કરજે. જે થઈ ગયું તેનો શોક નહિં. કોઇજાતના ઠપકા વિનાના પપ્પાના આ વર્તનથી દિકરાને આશ્ચર્ય થયું. એના અંદર પરિવર્તનની પ્રક્રિયાએ સુધરવાનો અને વધુ ફોકસ કરવાનો મક્કમ નિર્ણય કર્યો.
બીજા દિવસે દિકરી રીટા આવી. પપ્પા એક વાત કહું? ગભરાતા ગભરાતા બોલી હું LAMDA (લંડન અકાદમી ઓફ મ્યુઝીક એન્ડ ડ્રામેટીક આર્ટ)ની એક્ઝામમાં સારો દેખાવ ના કરી શકી. હું બેધ્યાન રહી. પિતાએ ઠપકો આપવાને બદલે કહ્યું કે, કાંઈ વાંધો નહિ. ફરી વખત ફોકસ કરીશ તો ધાર્યું પરિણામ લાવી શકીશ.
મનોમન થયું કે, હાશ બીક હતી એવું કાઁઇ ના થયું. જો કે આ પરથી શીખ લેવી ઘટે કે મારે મારા અભ્યાસ પર ફોકસ કરવું જ પડશે.
એક વખતે વાતવાતમાં આગબબૂલા થઇ જતા પિતાને શું થયું છે? એવું ઘરના ત્રણેય સભ્યોને થયું. એમની તબિયત તો બરાબર હશે ને ?! જે કામ ધાક-ધમકીથી ના થયું એ વ્યવહારની ઠાવકાઇએ કરી દીધું.
ઘરના મોભીના આ વર્તનથી ચમત્કાર થયો. દિકરો સિરીયસ બની ભણવામાં વધુ ધ્યાન પરોવવા લાગ્યો. અને ડિસ્ટીન્કશન લાવ્યો દિકરી બીજી લામડાની એક્ઝામમાં નંબર વન આવી. સીધી ત્રીજા વર્ગમાંથી પાંચમાં પ્રમોશન મળ્યું. ઘરનું વાતાવરણ એકદમ બદલાઇ ગયું. સૌ પોતપોતાની જવાબદારી પૂરી સભાનતાથી સ્વીકારી પ્રોગ્રેસ કરવા લાગ્યા.
પત્નીએ પતિને શાંતિથી પૂછયું કે, આપની તબિયત તો બરાબર છે ને!
પતિએ કહ્યું, હા કેમ? પત્નીએ પૂછ્યછયું તમારામાં આટલો ધરખમ ફેરફાર કઇ રીતે આવ્યો? પતિએ કહ્યું મને એક ગુરૂ મળ્યા અને સુખી થવાની માસ્ટર કી આપતાં બોલ્યા કે, ગુસ્સો કરવાથી કાંઇ વળે નહિ. ગામની ચિંતા માથે લઇ ફરશો એથી કોઇનું ભલું થઇ જવાનું નથી.
દુનિયાને સુધારવા કરતા જાતે સુધરો પછી જુઓ એનું પરિણામ. ખરેખર એ હું આજે અનુભવી રહ્યો છું. ગુસ્સો કે ટીકા કરવા કરતા દરેકને એમની જવાબદારીનું ભાન થવું જોઇએ. મેં કોઇનો ઠેકો તો લીધો નથી ને! આંગળી ચીંધ્યાનું પુણ્ય હું કરું બાકી તો પોતપોતાનું નસીબ છે.
દિકરા-દિકરીએ પૂછ્યછયુંઃ પપ્પા: એટલે તમે અમારી ચિંતા બિલકુલ નહિ કરો? ના, એવું નથી. હું તમારી પડખે છું પણ જીવનના ધ્યેય તમારે નક્કી કરવાના અને એ માટેના પગલાં જાતે જ લેવા પડશે. ઘોડાને હોજ સુધી લઇ જઇએ પણ પાણી તો એણે જાતે જ પીવું પડે ને! આ
સમજ કેળવાય તો અનેક સમસ્યાઓનું સમાધાન મળી જાય.


comments powered by Disqus