બેંગકોકની પબમાં ભીષણ આગ: 27 જીવતા ભુંજાયા

Wednesday 15th July 2026 06:14 EDT
 
 

બેંગકોકઃ થાઇલેન્ડની રાજધાની બેગકોકમાં રવિવારે રાત્રે એક પબમાં લાગેલી ભીષણ આગમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા, જ્યારે 63થી વધુ લોકોને ઈજા થઈ છે. ઇજાગ્રસ્તો પૈકી 22ની હાલત ગંભીર છે. મૃતકોમાં 9 પુરુષ અને 18 મહિલાઓ છે. થાઇલેન્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ વીજલાઇનમાં ફોલ્ટ કે શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ કયા કારણોસર લાગી તેનાં કારણોની તપાસ કરાઈ રહી છે. રાત્રે 12 વાગ્યાની આસપાસ લાગેલી આગ ભારે જહેમત બાદ અડધો કલાક પછી કાબૂમાં આવી હતી. જે ઈમારતમાં પબ છે તે મકાનને આગથી ભારે નુકસાન થયું છે.


comments powered by Disqus