ક્રાઈસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડમાં આજકાલ ભારતીયોને ‘ઈન્ડિયન એટ હાર્ટ’નો અનોખો નારો એકજૂથ કરી રહ્યો છે. વાસ્તવમાં અહીં 7 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. છેલ્લાં બે વર્ષમાં ભારતીયો વિરુદ્ધ હેટ ક્રાઈમ ચાર ગણા વધ્યા છે, આવા સમયે ભારતીયોએ પોતાનાં હિતોની રક્ષા માટે સંસદમાં દમદાર હાજરીનો રસ્તો અપનાવ્યો છે. આ વખતે 120 સભ્યવાળી સંસદમાં રેકોર્ડ 16 ભારતીય મૂળના લોકો મેદાનમાં છે. વિદેશી મૂળના લોકોમાં આ સંખ્યા સૌથી વધુ છે. અહીં ભારતીય મૂળના અંદાજે 3 લાખ લોકો રહે છે. આ ત્રીજું સૌથી મોટું વિદેશી મૂળનું સમુદાય છે. ભારતીયો દ્વારા તેમના પરની વંશીય ભેદભાવની ઘટનાને ટાળવા આ પગલું ભરાયું છે.
