કરાંચીઃ પાકિસ્તાનમાં આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબા સાથે જોડાયેલા એક આતંકીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. ઠાર મરાયેલો આતંકી લશ્કર-એ-તોઇબાના વડા હાફિઝ સઇદનો અંગત હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આ અંગે ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં હાફિઝના આ સાથી પર ચાર અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કરી તેને ગોળીઓથી વીંધી દીધો હતો. હુમલા સમયે તે પોતાના ઘરના દરવાજા પાસે જ બેઠો હતો.
