AIનો ચમત્કારઃ વીડિયો કોલિંગથી માતા સાથે વાત કરે છે મૃત પુત્ર

Wednesday 29th April 2026 06:55 EDT
 
 

બેઇજિંગઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના સારાનરસાં પાસાં અંગે અનેક અહેવાલો આવે છે, પરંતુ આ કિસ્સો એવો છે કે જેમાં AI આશીર્વાદ સમાન પુરવાર થયું છે. એઆઇ થકી એક મૃત દીકરાનો એવો અવતાર તૈયાર કરાયો છે જે જીવલેણ બિમારીથી પીડાતાં 80 વર્ષનાં માતા સાથે રોજ વાતચીત કરે છે. આ વૃદ્ધ માતાને હૃદયની બિમારી છે, અને વૃદ્ધાને એકના એક દીકરાના મૃત્યુના આઘાતથી બચાવવા પરિવારજનો દ્વારા એઆઈનો ઉપયોગ કરાયો છે. વાત એમ છે કે, ચીનમાં ગત વર્ષે એક વ્યક્તિનું રોડ અકસ્માતમાં મોત થયું. હૃદયની બિમારીથી પીડાતાં માતાને આઘાતથી કઇ રીતે બચાવવા તેના ઉપાયો વિચાર્યા બાદ પરિવારે એઆઇ વડે મૃતક પુત્રનો ડિજિટલ અવતાર તૈયાર કરાવવા નક્કી કર્યું. આ માટે પરિવારે તેની તસવીરો, ઓડિયો ને વીડિયો એક એઆઈ એક્સપર્ટને આપ્યા. તેણે વાતચીતના સેમ્પલ, તસવીરો, વીડિયો થકી એક એવો એઆઈ અવતાર તૈયાર કર્યો જે મૃતક યુવકની જેમ જ હાવભાવ સાથે વાતો કરતો હતો. એઆઇની કમાલથી અજાણ વૃદ્ધ માતા હવે આ ડિજિટલ અવતારને જીવંત પુત્ર માનીને દરરોજ તેની સાથે વીડિયો કોલથી વાત કરતાં રહે છે.


comments powered by Disqus