નવનાત હોલમાં વાર્ષિક વોલંટીયર્સ ડીનરમાં કદરદાનીની મહેંક

-જ્યોત્સના શાહ Wednesday 29th April 2026 06:58 EDT
 
 

શનિવાર તા.૨૫ એપ્રિલના રોજ નવનાત ભવનના હોલમાં નવનાત વણિક એસોસિએશને એમના સ્વયંસેવકોની સેવાઓની કદરદાની માટે વાર્ષિક ડીનર - અને સમાજના મોટા પ્રસંગોનું વિહંગાવલોકન કરી થયેલ ક્ષતિઓ તરફ અંગૂલિ નિર્દેશ કરવા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સમાજના સભ્યોએ હાજરી આપી પોતાની ભાગીદારી નોંધાવી હતી. જેમાં કેટલાક ભાઇ-બહેનોએ પોતાના નિરિક્ષણોના પ્રસ્તાવ રજૂ કર્યા હતા જેના પ્રતિસાદ કમિટીની પેનલના સભ્યોએ આપ્યા હતા. પ્રશ્નોત્તરીની આ પ્રણાલિ નવનાતની પ્રશંસનીય છે. એ દિવસે તપતા સૂરજે સમરના આગમનના એંધાણ આપી વોલંટીયર્સને વધાવ્યાં.
સૌ પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કિશોરચંદ્ર છોટાલાલ વોરાએ સૌનું હાર્દિક સ્વાગત કરી નવનાત વણિક એસોસિએશન વતી કર્યું હતું. સ્ટાફનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સમુધૂર સંગીત રેલાયું અચલાબહેન મિયાણીએ. સંગીતના સૂરોમાં મસ્ત બની ઝૂમવાનો લાભ લઇ વડિલોએ મહેફિલની મોજ માણી હતી. કલાકના સંગીત બાદ સ્વાદિષ્ટ ભોજન અને પુન: સંગીતના સૂરો માણ્યાં.


comments powered by Disqus