6 વર્ષની રૂહીએ યુએનમાં ઇતિહાસ રચ્યો

સંક્ષિપ્ત સમાચાર

Wednesday 18th February 2026 06:14 EST
 
 

કેરળની 6 વર્ષની રૂહી મોહજ્જાબે યુએન એશિયા-પેસિફિક હેડક્વાર્ટરમાં સંબોધન કરી ઇતિહાસ રચ્યો. તેને વર્ષ 2026ના યુએન વિકાસલક્ષ્ય પુરસ્કારથી સન્માનિત પણ કરાઈ છે. રૂહી કોઝિકોડમાં ધો. 1ની વિદ્યાર્થિની છે. રૂહીએ ‘ટ્રી બેન્ક નર્સરી’ પહેલ દ્વારા દેશભરમાં 1 કરોડ વૃક્ષ વાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

• ન્યૂઝ ક્લિકના એડિટરને ઇડી દ્વારા રૂ. 184 કરોડ દંડઃ ઈડીએ ન્યૂઝ પોર્ટલ ‘ન્યૂઝ ક્લિક' અને તેના એડિટર ઇન ચીફ પ્રબીર પુરકાયસ્થ પર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ રૂ. 184 કરોડનો દંડ કર્યો છે. પોર્ટલની માલિકી ધરાવતી કંપની ‘પીપીકે ન્યૂઝ ક્લિક સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડ’ પર રૂ. 120 કરોડ અને પ્રબીર પુરકાયસ્થને રૂ. 64 કરોડનો દંડ કરાયો છે.

• હું નહેરુ-રાજીવવાદી છું, રાહુલવાદી નથીઃ કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે સોમવારે વિવાદિત નિવેદન કરીને પોતાના જ પક્ષને અસહજ બનાવી દીધો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેઓ ગાંધીવાદી, નહેરુવાદી અને રાજીવવાદી છે, પરંતુ રાહુલવાદી નથી. તેમણે રાહુલ પર કટાક્ષ કર્યો હતો કે તેઓ ભૂલી ગયા છે કે ઐયર પાર્ટીના સભ્ય છે.

• હરિયાણામાં પીવાનાં પાણીથી 15 દિવસમાં 20નાં મોતઃ હરિયાણાના પલવલના એક ગામમાં સંક્રમિત પાણીના કારણે છેલ્લા બે અઠવાડિયામાં 5 બાળકો સહિત 20 લોકોનાં મોત થયાંના અહેવાલ છે. મૃતકો પૈકી 4 લોકોનાં મોતનું કારણ હિપેટાઇટિસ-બી હોવાનું જણાવાયું છે. સંક્રમિત પાણીથી મોતના કારણે પ્રશાસન દોડતું થયું છે.

• બિલ ગેટ્સની ચંદ્રાબાબુ સાથે મુલાકાતઃ માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ સાથે મુલાકાત કરી હતી. ચંદ્રાબાબુ નાયડુએ તેમને સ્વર્ણ આંધ્ર-2047 વિઝન વિશે માહિતી આપી હતી. આ મુલાકાત બાદ બિલ ગેટ્સે આઇટી મંત્રી નારા લોકેશ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ સાથે પણ મુલાકાત કરી હતી.

• બંગાળમાં મતદાર યાદી સુધારામાં છબરડાઃ પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં સુધારાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મોટા છબરડાં સામે આવતાં ચૂંટણીપંચે 7 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહીના આદેશ પણ અપા છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં આ મામલે થયેલી અરજીની સુનાવણી થઈ હતી અને મુખ્ય ન્યાયાધીશે અરજદારને કેટલાક આકરા સવાલ પણ કર્યા હતા.

• પાસપોર્ટ રેન્કિંગમાં ભારતની છલાંગઃ ફેબ્રુઆરી 2026 માટે હેનલી ઇન્ડેક્સમાં ભારતીય પાસપોર્ટ 75મા સ્થાને પહોંચી ગયો છે, જે ગયા વર્ષે 85મા સ્થાને હતો. આ રેન્કિંગ વિઝા ફ્રી મુસાફરી એક્સેસ પર આધારિત છે, અને ભારતીય નાગરિકો હવે 56 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે. સિંગાપોર વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ રહ્યો છે, ત્યારબાદ જાપાન અને દક્ષિણ કોરિયાનો નંબર આવે છે.

• ચીને પહાડો ખોદીને બંકર્સમાં પરમાણુ મથકો ઊભાં કર્યાંઃ ચીનના સિચુઆનની સામે આવેલી સેટેલાઇટ તસવીરોએ ભારતની ચિંતા વધારી દીધી છે. વર્ષ 2022થી 2029 સુધીની સેટેલાઇટ તસવીરોથી સામે આવ્યું છે કે, ચીન સિચુઆન પ્રાંતમાં ગુપ્તરૂપે પરમાણુ મથકો બનાવી રહ્યું છે. 2019 પછી ચીને પોતાના પરમાણુ અભિયાનને વેગીલું બનાવ્યું છે.

• તુર્કીની સંસદમાં સાંસદોની છૂટાહાથની મારામારીઃ બુધવારે તુર્કીની સંસદમાં કેબિનેટ ફેરબદલ વચ્ચે ન્યાય મંત્રાલયમાં એક વિવાદાસ્પદ નિમણૂકને લઈને રોષ વ્યાપ્યો હતો. સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો નવા ન્યાયમંત્રી અકિન ગુરલેકના શપથ પર સાંસદો બેમત ધરાવતા હતા, જે અંગે સાંસદોએ સામસામે આવી છૂટાહાથની મારામારી કરી શપથ રોકવાનો પ્રયાસ કર્યો હતો.

• અમેરિકાએ ટોઇલેટ પેપરની જેમ વાપરીને ફેંકી દીધા: પાકિસ્તાનના રક્ષામંત્રીએ આખરે કબૂલી લીધું છે કે, ‘અમેરિકા દ્વારા પાકિસ્તાનનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સંસદમાં ખ્વાજા આસિફે સ્વીકાર કર્યો છે કે, અમેરિકાએ પોતાના રણનીતિક હિતો માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો છે અને પછી તેને ટોઇલેટ પેપર કરતાં પણ ખરાબી રીતે ફેંકી દીધું છે.

• જાપાનમાં મુસ્લિમ કબ્રસ્તાન પર પ્રતિબંધઃ જાપાનમાં જગ્યાના અભાવને લઈ મુસ્લિમ કબ્રસ્તાનો પર પ્રતિબંધ મુકાયો છે. અધિકારીઓ કહે છે, જાપાનમાં મૃતદેહને અગ્નિ સમર્પિત કરવાની ભારત જેવી જ પદ્ધતિ છે. ઉલ્લેખનીય છે કે, જાપાન બૌદ્ધધર્મી દેશ છે. જાપાન સરકારે કહ્યું છે કે, મૃતદેહોના અસ્થિ તેમના મૂળ દેશમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે.


comments powered by Disqus