ઇશ્વરભાઇ અને ઉર્મિલાબહેન ટેલરની કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત

Wednesday 18th February 2026 08:06 EST
 
 

લંડનઃ તાજેતરમાં 9 ફેબ્રુઆરીના રોજ કિંગ ચાર્લ્સ તૃતીયે ક્લિથરો ટાઉન અને ચીઝ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેઓ પ્રેસ્ટન નજીકના ઐતિહાસિક સેમલેસબરી હોલની મુલાકાતે આવી રહ્યા હતા ત્યારે લેન્કેશાયરના લોર્ડ લેફ્ટનન્ટ અમેન્ડા પાર્કરે ઇશ્વરભાઇ ટેલર અને ઉર્મિલાબહેન ટેલરને ગુજરાત હિન્દુ સોસાયટીના પ્રતિનિધિ તરીકે મુલાકાતનું આમંત્રણ પાઠવ્યું હતું. મુલાકાત દરમિયાન ઇશ્વરભાઇ ટેલરે કિંગ ચાર્લ્સને તેમણે મે 1981ની ગુજરાત હિન્દુ સોસાયટીની મુલાકાતની યાદ અપાવી હતી. તે સમયે કિંગે ગુજરાતી સ્કૂલ માટે નવા નિર્માણ કરાયેલા ગીતા હોલનું ઉદ્દઘાટન કર્યું હતું. મુલાકાતમાં કિંગને હાર્ડબેક કોમોરેટિવ બુક પણ ભેટ આપવામાં આવી હતી.
લોર્ડ લેફ્ટનન્ટનું આમંત્રણ ગુજરાત હિન્દુ સોસાયટી માટે ગૌરવનો વિષય છે. સોસાયટીના પ્રમુખ દશરથભાઇએ જણાવ્યું હતું કે, આ આમંત્રણ સોસાયટીના સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અપાતા અમૂલ્ય યોગદાનને માન્યતા છે.


comments powered by Disqus