પ્રેસ્ટનમાં ગુજરાત હિન્દુ સોસાયટી ખાતે ઉજવાયું મહા શિવરાત્રિ પર્વ

Wednesday 18th February 2026 08:10 EST
 
 

લંડનઃ પ્રેસ્ટનમાં ગુજરાત હિન્દુ સોસાયટી ખાતે અદ્દભૂત શ્રદ્ધા સાથે મહા શિવરાત્રિના પર્વની ઉજવણી કરાઇ હતી. મંદિરમાં અભિષેકની સાથે ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. બપોરે સોસાયટીના પૂજારી જિગ્નેશભાઇ ત્રિવેદી દ્વારા રુદ્રાભિષેક પૂજા કરવામાં આવી હતી. પૂજામાં 46 યજમાન અને સમગ્ર દિવસ દરમિયાન 200 કરતાં વધુ શ્રદ્ધાળુ હાજર રહ્યાં હતાં.
સાંજની આરતી બાદ અમરતભાઇ અને નીલમબેન પટેલ દ્વારા કમળ પૂજા અને મહેશભાઇ બુરન દ્વારા શિવમંદિર ખાતે ધ્વજા આરોપણની વિધિ કરાઇ હતી. પર્વની સમાપ્તિમાં નીલમભાઇ કારિયા અને પરિવાર દ્વારા શિવજી આરતી કરાઇ હતી અને ભક્તોને બપોરે અને સાંજે પ્રસાદ અપાયો હતો. સોસાયટી પાલિબેન ઉત્તમભાઇ મિસ્ત્રી અને પરિવારનો પ્રસાદ સ્પોન્સર કરવા માટે આભારી છે.
સોસાયટીના પ્રમુખ દશરથભાઇએ હાજર તમામ ભક્તગણ અને યજમાનનો તેમના યોગદાન માટે અને વિશેષ નવા પૂજારી જિગ્નેશભાઇ ત્રિવેદીનો આભાર માન્યો હતો.


comments powered by Disqus