સિટી ફાઉન્ડેશન 2025 ગ્લોબલ ઇનોવેશન ચેલેન્જ માટે બ્રિટિશ એશિયન ટ્રસ્ટની પસંદગી

Wednesday 18th February 2026 07:23 EST
 
 

લંડનઃ સિટી ફાઉન્ડેશન 2025 ગ્લોબલ ઇનોવેશન ચેલેન્જ માટે બ્રિટિશ એશિયન ટ્રસ્ટની પસંદગી કરવામાં આવી છે. આ સાછે બ્રિટિશ એશિયન ટ્રસ્ટ વિશ્વમાંથી પસંદ કરાયેલા 50 સંગઠનોમાં સામેલ થયું છે. ટ્રસ્ટને યુવા રોજગારને વેગ આપવા પાંચ લાખ અમેરિકન જ ડોલરનું ભંડોળ અપાયું છે. બ્રિટિશ એશિયન ટ્રસ્ટ પાકિસ્તાનમાં ઓછી આવક ધરાવતા યુવા ઉદ્યોગ સાહસિકોને આર્થિક સહાય કરશે જેના પગલે પછાત શહેરી સમુદાયોમાં વ્યવસાય વૃદ્ધિ અને રોજગાર વધારવા મદદ મળી રહેશે.
આ પ્રોજેક્ટ યુવા ઉદ્યોગસાહસિકોને નાણાકીય સહાય મેળવવામાં નડતા પ્રણાલીગત અવરોધોને દૂર કરવા માટે ધિરાણકર્તાઓ અને એન્ટરપ્રાઇઝ ઇકોસિસ્ટમના મુખ્ય કલાકારોને એક મંચ પર લાવશે.
સિટી ફાઉન્ડેશનની 2025 ગ્લોબલ ઇનોવેશન ચેલેન્જ દ્વારા ઓછી આવક ધરાવતા યુવાનો માટે નવીન રોજગાર તકોના સર્જન માટે વિશ્વભરના સમુદાય સંગઠનોને ટેકો આપવા માટે 25 મિલિયન ડોલરનું ભંડોળ ફાળવાયું છે.
સિટી પાકિસ્તાનના સિટી કન્ટ્રી ઓફિસર અને બેંકિંગ વડા હબીબ યુસુફે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની સૌથી મોટી સંપત્તિ તેની યુવા વસતી છે, પરંતુ આ સંપત્તિ ફક્ત ત્યારે જ વિકાસ કરી શકે છે જ્યારે તેમને વાસ્તવિક તક ઉપલબ્ધ થાય. બ્રિટિશ એશિયન ટ્રસ્ટને અપાયેલી ગ્રાન્ટ કૌશલ્ય, ઉદ્યોગસાહસિકતાને વિસ્તૃત કરવામાં મદદ કરશે. અમે લાંબા ગાળાની આર્થિક ગતિશીલતા અને પાકિસ્તાનના ભવિષ્યમાં રોકાણ કરી રહ્યા છીએ.
બ્રિટિશ એશિયન ટ્રસ્ટના પાકિસ્તાનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કામીલા માર્વી ટપાલે જણાવ્યું હતું કે, સિટી ફાઉન્ડેશન તરફથી અપાયેલી સહાય સમગ્ર પાકિસ્તાનના યુવા ઉદ્યોગસાહસિકોની પ્રતિભાને પ્રતિબિંબિત કરે છે. અમે યુવાનોને ટકાઉ આજીવિકામાં વિકસાવવા માટે ટેકો આપવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ.


comments powered by Disqus