વોશિંગ્ટન: યુએસ નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડિરેક્ટર જો કેન્ટે રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતાં જો કેન્ટે કહ્યું કે, તેમનો અંતરાત્મા ટ્રમ્પ વહીવટીતંત્રના ઇરાન યુદ્ધને ટેકો આપવાની મંજૂરી આપતો નથી. કેન્ટે જણાવ્યું કે, ‘ઇરાનથી અમેરિકાને તાત્કાલિક કોઈ સંકટ નહોતું, એ સ્પષ્ટ છે કે ઇઝરાયલ અને તેની શક્તિશાળી યુએસ લોબીના દબાણને કારણે અમે આ યુદ્ધ શરૂ કર્યું હતું.’
ગત જુલાઈમાં 52થી 44 મતથી કેન્ટને તેમના પદ પર નિયુક્ત કરાયા હતા. તેઓ નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના વડા તરીકે કેન્ટ આતંકવાદી ધમકીઓનું વિશ્લેષણ અને શોધ કરવા જવાબદાર એજન્સીના પ્રભારી હતા. વ્હાઇટ હાઉસે પણ કેન્ટના રાજીનામા અંગે ટિપ્પણી કરી નહોતી. કેન્ટ રાજકારણી, લશ્કરી અધિકારી અને જાસૂસ રહી ચૂક્યા છે. ટ્રમ્પ વહીવટમાં જોડાતા પહેલાં કેન્ટે વોશિંગ્ટનમાં કોંગ્રેસ માટે બે ચૂંટણી લડી હતી. તેમણે યુએસ આર્મી અને ગ્રીન બેરેટ તરીકે 11 વખત સેવા આપી હતી. કેન્ટે યુએસ ગુપ્તચર એજન્સી CIA માટે પણ કામ કર્યું હતું.

