દરેક સિઝનમાં ફ્લર્ટી અને ક્યૂટ લુક આપતી ફ્લોરલ પ્રિન્ટ

Wednesday 18th March 2026 07:25 EDT
 
 

સમર હોય કે મોન્સૂન દરેક સિઝનમાં ફ્લોરલ પ્રિન્ટ યુવતીઓની હોટ ફેવરિટ રહી છે. ઘણાં અવસર પર બોલિવૂડ અભિનેત્રીઓ ફ્લોરલ આઉટફિટમાં જોવા મળે છે. ફ્લોરલ શરારા હોય કે લહેંગા, વનપીસ હોય કે કુરતી ડિફરન્ટ પોશાકમાં ફ્લોરલ પ્રિન્ટને સ્ટાઇલ કરવામાં આવી રહી છે. ફ્લોરલ ડ્રેસ સ્ટાઇલિશ લુક આપવાની સાથે કેરી કરવામાં સહજ પણ છે. સૌથી સારી વાત એ છે કે ફ્લોરલ પ્રિન્ટ દરેક યુવતીઓ પર સૂટ થાય છે. તમે પણ તમારા વોર્ડરોબમાં ફ્લોરલ આઉટફિટને સામેલ કરી કૂલ લુક મેળવો.
• ફ્લોરલ રેપ ડ્રેસઃ રેપ ડ્રેસ કોલેજગોઇંગ યુવતીઓની પ્રથમ પસંદ છે. એમાં શોર્ટ અને લોંગ રેપ ડ્રેસની પસંદગી પ્રસંગ અનુસાર કરી શકો છો. રેપ ડ્રેસના વાઇબ ફ્લર્ટી અને ક્યૂટ છે. તેને મિત્રો સાથે હેંગઆઉટ કરવાથી માંડી ડેટ પર જવું વગેરે જેવા અનેક અવસર પર પહેરી શકાય છે. આને તમે ફ્લેટ્સ અથવા સ્ટ્રેપી હિલ્સ સાથે કેરી કરી શકો છો. ઘણી વખત ઓફિસમાં શું પહેરવું એ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. એમાં ની લેન્થ
રેપ સ્ટાઇલમાં કોલર પેટર્ન ફોર્મલ લુક આપે છે.
• ફ્લોરલ બોડીકોન ડ્રેસઃ પ્લેન બોડીકોન ડ્રેસ કરતાં ઝીણી ફ્લોરલ પ્રિન્ટના બોડીકોન ડ્રેસ પાર્ટી માટે ગ્રેટ ઓપ્શન છે. આ ડ્રેસમાં તમને ફ્લર્ટી અને ફેમિનિન લુક મળે છે. બોડીકોન આઉટફિટમાં મોટી ફ્લોરલ પ્રિન્ટના ડ્રેસ આકર્ષક લાગતા નથી, એનું ધ્યાન રાખવું.
• એ લાઇન ડ્રેસઃ તમે લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સથી અપડેટેડ રહેતા હશો તો તમને ખબર હશે કે એ લાઇન ડ્રેસીસ ટ્રેન્ડમાં છે. આ પ્રકારનો ડ્રેસ કેઝ્યુઅલ આઉટિંગ્સ અને બ્રન્ચ ડેટ્સ માટે પરફેક્ટ રહે છે. બીચ વેકેશન આઉટફિટમાં પણ પરફેક્ટ છે. આ ડ્રેસને ફ્લેટ્સની સાથે હિલ્સની સાથે કે પછી એન્કલ લેન્થ બૂટ્સ સાથે પેર કરવાથી વધુ આકર્ષક લાગશો.
• શોલ્ડર ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસઃ વન શોલ્ડર ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસ પાર્ટી માટે પરફેક્ટ આઉટફિટ છે. તેને તમારા પોતાની, મિત્રોની બર્થ ડે પાર્ટીમાં પહેરી શકો છો. ડેટ નાઇટ માટે પણ પહેરી શકો છો. આમાં નાનીમોટી દરેક પ્રકારની ફ્લોરલ પ્રિન્ટ સારી લાગશે. આ આઉટફિટને સ્ટેટમેન્ટ ચોકર કે શોલ્ડર ડસ્ટર એરિંગ્સ સાથે પેર કરો. વટ પડી જશે.
• ફ્લોરલ મેક્સીઃ ઘણી યુવતીઓ શોર્ટ ડ્રેસીસ પહેરવાનું પસંદ નથી કરતી. તેમના માટે મેક્સી ડ્રેસનો ઓપ્શન બેસ્ટ છે. મેક્સીમાં કોટન કે સિફોન મટીરિયલમાં ફ્લોરલ પ્રિન્ટ પસંદ કરી શકો છો. ફ્લોરલ મેક્સીમાં ઓક્સોડાઇઝનાં ઝૂમખાં અને સિલ્વર બેંગલ્સ એથનિક લુક આપશે.
• પ્રિન્ટેડ ટોપઃ કોલેજ ગોઇંગ ગર્લ્સ જિન્સની સાથે ફ્લોરલ પ્રિન્ટેડ ટોપ કેરી કરી શકે છે. એમાં તમારો લુક એટ્રે્ક્ટિવ દેખાશે.
તમે ફ્લોરલ પ્રિન્ટ્સમાં લાઇટ કલર્સ જેમ કે, લાઇટ બ્લૂ, પિંક, ક્રીમ, લેમન જેવા રંગોનો ઉપયોગ કરી શકો છો. આ કલર્સ કોલેજમાં સોબર લુક આપે છે.


comments powered by Disqus