લાહોરના ગુરુદ્વારાના દ્વાર 79 વર્ષ પછી ફરી ખૂલ્યા

Wednesday 18th November 2026 06:31 EST
 
 

લાહોરઃ 1947માં ભારતના ભાગલા સમયથી પાકિસ્તાનના લાહોરસ્થિત ગુરુદ્વારાના દ્વાર ધાર્મિક પૂજા-અર્ચના કરવા માટે બંધ હતા, જે રવિવારથી પુનઃ ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
79 વર્ષની તાળાબંધીનો અંત આણતાં ગુરુદ્વારા છેવિન પાતશાહી શ્રી ગુરુ હરગોબિંદ સાહિબના દ્વાર પુનઃ ખુલ્લા મુકાયા એ પછી શીખ ધાર્મિક પરંપરાઓનું પાલન કરાયું, જેમાં શીખ ધર્મના સેંકડો અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા. ગુરુ હરગોબિંદ સાહિબની લાહોરની મુલાકાત સાથે સંકળાયેલું ગુરુદ્વારા લાહોરના મંદિર રોડ પર આવેલું છે. શીખ ધર્મના 10 ગુરુ પૈકી છઠ્ઠા ગુરુ હરગોબિંદ (1595-1644) એ ધાર્મિક દમન સામે સુરક્ષા માટે શીખ કોમને તૈયાર કરી, આથી તેઓ લડાયક-સંત તરીકે પૂજાતા રહ્યા છે.
લઘુમતી મંત્રી અને પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અધ્યક્ષ સરદાર રમેશસિંઘ અરોરાએ જણાવ્યું કે ઐતિહાસિક ગુરુદ્વારાના પુનઃ નિર્માણનું કામ પૂરું થયું છે. હવે શીખ ધર્મના અનુયાયીઓ માટે એ ખુલ્લું મુકાયું છે.


comments powered by Disqus