સિટીબોન્ડ ટ્રાવેલનું નવું યાત્રા બ્રોશરઃ નવા માર્ગે કૈલાસ માનસરોવરની યાત્રા કરો

Wednesday 18th November 2026 06:27 EST
 
 

સિટીબોન્ડ ટ્રાવેલને તેમના 2027/28ના નવા યાત્રા (પિલ્ગ્રિમેજ) બ્રોશરની જાહેરાત કરતા ભારે ગર્વ થાય છે. અમે લ્હાસા થઈને કૈલાસ માનસરોવર યાત્રાનો નવો રૂટ દાખલ કર્યો છે. આપણે નેપાળની કરૂણાંતિકા અને માર્ગ દ્વારા કરાતી સામાન્ય કૈલાસ માનસરોવર યાત્રાને અસર થઈ હોવાં વિશે જાણીએ છીએ. આથી, અમે લ્હાસા થઈને કૈલાસ માનસરોવરની યાત્રાનો નવો માર્ગ પસંદ કર્યો છે. આ ઉપરાંત, અમારી નોર્મલ ચારધામ ગ્રૂપ ટુરની સાથોસાથ પ્રાઈવેટ ચારધામ યાત્રાની પણ શરૂઆત કરી છે. જે લોકો નાના/પારિવારિક જૂથ સાથે પોતાની અનુકૂળતાની તારીખો અનુસાર પ્રવાસ કરવા ઈચ્છતા હોય તેમના માટે પ્રાઈવેટ ચારધામ યાત્રા શ્રેષ્ઠ બની રહેશે. પ્રાઈવેટ ગ્રૂપને બદ્રીનાથમાં મહાભિષેક અને શયન આરતી તેમજ કેદારનાથમાં મહાભિષેક અને સંધ્યા આરતીનો લાભ મળશે. જો તમારી પાસે મર્યાદિત સમય હોય તો હેલિકોપ્ટર મારફત પણ સંપૂર્ણ ચારધામ યાત્રા કરી શકશો.
અમે પ્રસિદ્ધ નીમ કરોલી બાબા ટુરનો પણ આરંભ કર્યો છે. આ યાત્રામાં તેમના જન્મસ્થાનથી કૈંચી ધામ અને તેમની સમાધિના સ્થળને આવરી લેવાશે. સમગ્ર ભારતને આવરી લેતી યાત્રામાં નવા સ્થળો તેમજ પ્રસિદ્ધ મંદિરોનો પણ સમાવેશ થાય છે. તમે ગ્રૂપ માટે પણ યાત્રાનું બુકિંગ કરાવી શકો છો અથવા તમારી ઈચ્છા અનુસાર તમારા પરિવાર કે નાના ગ્રૂપ્સ માટે પણ અમે યાત્રાનું આયોજન કરી આપીશું.
સિટીબોન્ડ ટ્રાવેલ એકમાત્ર કંપની છે જે સમર્પિત યાત્રા બ્રોશર ધરાવે છે તેમજ 11થી 12 જ્યોતિર્લિંગ, કાશી-અયોધ્યા અને પ્રયાગરાજ, અયોધ્યા અને અમરનાથની સાથે શ્રીલંકા રામાયણ પ્રવાસ માર્ગ જેવી તમામ મુખ્ય યાત્રાઓ આવરી લેવાય છે. તમારું યાત્રા બ્રોશર મેળવવા અથવા કોઈ પણ નિયત યાત્રા માટે 0116 216 7223 અથવા 0207 290 0601 પર આજે જ અમારો સંપર્ક કરો. તમે વધુ વિગતો મેળવવા [email protected] પર ઈમેઈલ કરી શકો છો અથવા અમારી લેસ્ટર અથવા લંડન ઓફિસની મુલાકાત લઈ શકો છો.
સિટીબોન્ડ ટ્રાવેલ સહુને આનંદપૂર્ણ અને સમૃદ્ધ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવે છે.


comments powered by Disqus